વિસનગર ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત:બસ સ્ટેશનમાં ગેરકાયદેસર અંદર ઘૂસી પેસેન્જરો લઈ જતા રીક્ષા ચાલકોને બંધ કરવા માંગ કરી

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસોસિએશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ

વિસનગર બસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અંદર ઘુસી પેસેન્જરોને લઈ જતા રીક્ષા ચાલકોને બંધ કરવા માટે તેમજ આવા રીક્ષા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસોસિએશન દ્વારા વિસનગર શહેર પી.આઇ અને વિસનગર બસ સ્ટેશનના મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

ગેરકાયદેસર પ્રવેશીને નીતિ નિયમો નેવે મૂકી પેસેન્જરોને લઇ જતા રહે છે
વિસનગર બસ સ્ટેશનની પાછળ ની સાઈડ કે જ્યાંથી બસો બસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે તે સાઈડ પર સરકાર દ્વારા રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું છે. ત્યાં રીક્ષા ચાલકોની રીક્ષા નંબર વાઈઝ ઉભી રહે છે, અને જે નંબર હોય એ પેસેન્જર ને લઇ જાય છે. જ્યારે બહાર થી આવતા કેટલાક રીક્ષા ચાલકો લાઈનમાં રહેતા નથી અને જેવું કોઈ પેસેન્જર બસ સ્ટેશનમાંથી બહાર આવતું જણાય કે તરત જ પોતાની રીક્ષા લઈને બસ સ્ટેશન અંદર પ્રવેશીને ગેરકાયદેસર રીતે નીતિ નિયમો નેવે મૂકી પેસેન્જરોને લઇ જતા રહે છે.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
આમ લાઈનમાં ઊભા રહેલા રીક્ષા ચાલકોને બેસી રહેવાનો વારો આવે છે, જેનાથી આર્થિક નુકસાન થાય છે. આમ કેટલાક રીક્ષા ચાલકો દ્વારા લાઈનમાં ન ઊભા રહી સીધા પેસેન્જરોને લઈ જતા લાઈનમાં ઊભા રહેલા રીક્ષા ચાલકોને રોજી મેળવવા માટે ફાંફાં મારવાં પડે છે. વિસનગર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસોસિએશન દ્વારા આવા રીક્ષા ચાલકો વિરૂદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...