DySPને રજૂઆત:વિસનગરના ચોક્સી બજારમાં પોલીસ પોઇન્ટ મૂકવા માંગણી

વિસનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરના ચોક્સી બજારમાં અાવેલ દુકાનોના તાળાં તુટવાના મુદ્દે ચોક્સી બજાર અેસોસીઅેસનના વેપારીઅોઅે મંગળવારના રોજ મેઇન બજારમાં પોલીસ પોઇન્ટ મુકવા માટે ડીવાયઅેસપી રજૂઅાત કરતાં ડીવાયઅેસપી દ્વારા ભવિષ્યમાં કોઇ મોટી ઘટના ન બને તે માટે તાકીદે પોલીસને નાઇટ પોઇન્ટ મુકવા સૂચના અાપી હતી.

વિસનગર શહેરના ચોક્સી બજારમાં ત્રણ દિવસ અગાઉ અેક દુકાનનુ તાળુ તુટ્યું હતું જેમાં કંઇપણ ચીજવસ્તુની ચોરી થઇ ન હોવાથી ફરિયાદ થવા પામી ન હતી જો કે અગાઉ પણ મેઇન બજારમાં તાળુ તુટવાની ઘટનાઅો બની હોવાથી મંગળવારના રોજ વિસનગર ચોક્સી અેસોસીઅેસનના પ્રમુખ રાજુભાઇ પટેલ(અાર.કે.) સહિત ચોક્સી અેસોસીઅેસનના વેપારીઅોઅે ડીવાયઅેસપી અે.બી.વાળંદ સાથે મુલાકાત કરી હતી જેમાં ભવિષ્યમાં મેઇન બજારમાં અાવેલ ચોક્સી બજારમાં કોઇ મોટી ચોરી ન થાય તે માટે ચર્ચા કરી રાત્રી દરમિયાન મેઇન બજારમાં પોલીસ પોઇન્ટ મુકવાની માંગણી કરી હતી. જેમાં વેપારીઅોની રજૂઅાતને ધ્યાને લઇ ડીવાયઅેસપી અે.વી.વાળંદે પોલીસને તાકીદે નાઇટ પોઇન્ટ મુકવા માટે સૂચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...