તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વડનગરના જાસ્કામાં જર્જરિત કૂવાનું સમારકામ કરવા માંગણી

વિસનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડનગર તાલુકાના જાસ્કા ગામના જર્જરિત કૂવાની આજુબાજુની દીવાલો ધસી પડી ગઇ હોઇ કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલાં કૂવાનું સમારકામ કરાવવા માંગ ઉઠી છે.

જાસ્કા ગામના વર્ષો જૂના કૂવાના પાણીનો અગાઉ ગામલોકો પીવા માટે ઉપયોગ કરતા હતા. પરંતુ સમયાંતરે બોર બનતાં કૂવાનો ઉપયોગ બંધ થતાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં પડી રહ્યો છે અને તેની આજુબાજુની દીવાલો ધસી પડી હોઇ ધ્યાન ન રહે તો કૂવામાં પડી જવાય તેવી સ્થિતિ છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ગ્રામ પંચાયતમાં કૂવાના સમારકામ માટે વારંવાર રજૂૂઆત કરવા છતાં કોઇ પરિણામ મળતું નથી. કૂવા પાસે ખૂબ પાણી ભરાય છે, જેના કારણે ભૂવા પડતા હોવાથી અકસ્માતની ભીતિ હોઇ સમારકામ કરવાની અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...