તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કાંસા NA ગુરુકૂળ વિસ્તારની 40 સોસાયટીઓમાં ભરાતાં વરસાદી પાણીના કાયમી ઉકેલની માંગણી

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે ગરનાળામાંથી પાણીનો નિકાલ કરાય તો સમસ્યા હલ થઇ શકે

વિસનગરના કાંસા એનએ ગ્રામ પંચાયતના ગુરુકૂળ વિસ્તારમાં વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ રહેતું હોઇ 40 જેટલી સોસાયટીઓના રહીશોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. જે અંગે ધારાસભ્ય દ્વારા રેલ્વે ગરનાળામાંથી પાણીનો નિકાલ કરી શકાય તેમ હોઇ સાંસદ અને જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરી સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યું છે.

વિસનગર શહેરને અડીને અાવેલ કાંસા એનએ ગ્રામ પંચાયતમાં આઇટીઆઇ ચાર રસ્તાથી ગુરુકૂળ તરફ જવાના માર્ગે 40 જેટલી સોસાયટી આવેલી છે અને દર ચોમાસામાં આ સોસાયટીઅો નીચાણમાં હોઇ બેટમાં ફેરવાઇ જાય છે અને રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર બે-ત્રણ દિવસ સુધી પાણી ભરાઇ રહેતું હોય છે. આથી આ સમસ્યા કાયમી હલ કરવા પૂર્વ તાલુકા સદસ્ય મિનાક્ષીબેન મકવાણાએ સરપંચને લેખિત જાણ કરી ચોમાસા પૂર્વે વિસ્તારની ગટરો અને સોસાયટીમાં પાણી અવરોધતા પથ્થરો અને ઝાડી ઝાંખરા દૂર કરવા જણાવ્યું છે.

જ્યારે ધારાસભ્ય ઋષિકેશ પટેલને રજૂઆત કરતાં તેમણે આ વિસ્તાર મહેસાણા- તારંગા બ્રોડગેજ લાઇનને અડીને આવેલો હોવાથી રેલ્વે લાઇનના ગરનાળાથી આ પાણીનો નિકાલ થઇ શકે તેમ હોઇ ગરનાળાના લેવલ ચેક કરવા તેમજ જરૂર પડ્યે લેવલ નીચા કરવા સહિત રેલ્વે સાથે પરામર્શ કરી સમસ્યાનો ઉકેલ લાવવા સાંસદ શારદાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર સંકલન સમિતિને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...