પ્રથા હજુ ચાલે છે:વિસનગરમાં મૃત્યુ પ્રસંગે મહિલાઓને ન્હાવા જાહેર બાથરૂમ બનાવવા માંગ

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોર સમાજમાં બહાર સ્નાનની પ્રથા હજુ ચાલે છે
  • પાલિકાનું પાણીનું ટેન્કર નહીં આવતાં રોષ જોવા મળ્યો

વિસનગર શહેરમાં વસવાટ કરતા ઠાકોર સમાજમાં કોઇના મૃત્યુ બાદ મહિલાઓમાં બહાર સ્નાન કરી ઘરે જવાની પ્રથાને લઇ જાહેર બાથરૂમ બનાવવા માંગ ઉઠી છે. મંગળવારે જમાઇપરા વિસ્તારમાં ઠાકોર સમાજમાંથી 60 વર્ષીય પુરૂષનું અવસાન થતાં મહિલાઓ સ્નાન કરવા બહાર આવી હતી, પરંતુ ટેન્કર નહીં આવતાં રોષ જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિક નગરસેવકે દરમિયાનગીરી કરતાં બે કલાક બાદ ટેન્કર આવ્યું હતું.

વિસનગર શહેરના આથમણાવાસ, કડા દરવાજા, ભક્તોનોવાસ, ધુળી માતાના પરા વિસ્તાર તેમજ જમાઇપરા વિસ્તારમાં ઠાકોર સમાજ વસવાટ કરે છે. સમાજમાં કોઇનું મૃત્યું થાય તો તેના અંતિમ સંસ્કાર બાદ મહિલાઓ બહાર સ્નાન કરીને જ ઘરે જતી હોવાની પ્રથા છે. હાલમાં શહેરમાં કોઇ જાહેર બાથરૂમ ન હોવાથી ટેન્કર મંગાવી મહિલાઓ સ્નાન કરે છે. મંગળવારે જમાઇપરા વિસ્તારમાં એક વ્યક્તિનું અવસાન થતાં અંતિમ સંસ્કાર બાદ મહિલાઓ સ્નાન કરવા બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...