તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો વિરોધ:વિસનગરના તરભ-જેતલવાસણા ત્રણ રસ્તા પાસે નેળીયામાં પાકો રોડ બનાવવા માંગણી

વિસનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતો મતદાનના દિવસે કે આગલા દિવસે નેળીયાની જગ્યાએ ભજન-કિર્તન કરી મતદાન કરશે

વિસનગર તાલુકાના તરભ ગામથી જેતલવાસણા ત્રણ રસ્તા નજીક પસાર થતા નેળીયામાં પાકો રોડ બનાવવા થયેલ રજૂઆત બાદ કોઇ પરિણામ ન મળતાં ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે જેમાં ખેડૂતો દ્વારા મતદાનના આગલા દિવસે કે ચૂંટણીની દિવસે નેળીયાના નાકે ભજન-કિર્તન કરી મતદાન માટે જવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તાલુકાના તરભ -જેતલવાસણા ત્રણ રસ્તા પાસે ત્રણ કિલોમીટર નેળીયું આવેલ છે.

જે નેળીયાનો ઉપયોગ 450 જેટલા ખેડૂતો કરે છે અને ચોમાસા દરમિયાન નેળીયામાં પાણી ભરાઇ રહેતું હોવાથી આવવા-જવા માટે ખેડૂતો તેમજ પશુપાલક બહેનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી આ નેળીયામાં પાકો રોડ બનાવવા માટે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વારંવારની રજૂઅાત બાદ પણ કોઇ નિરાકરણ વતાં ખેડૂતોમાં વ્યાપક રોષ ભભૂકી જવા પામ્યો છે જેમાં ખેડૂતો દ્વારા ચૂંટણીના આગલા દિવસે કે મતદાનના દિવસે નેળીયાના નાકે ખેડૂતો ભજન-કિર્તન કરશે અને ત્યારબાદ મતદાન માટે જવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો