વિસનગર શહેરના જાહેર માર્ગો ઉપર ચાલતી મટનશોપ સહિત ગેરકાયદે કતલખાનાં પવિત્ર શ્રાવણ માસમાં બંધ કરાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધારાસભ્ય, મામલતદાર અને પાલિકામાં બુધવારે આવેદન પત્ર અપાયું હતું. આ મુદ્દુે ત્વરીત પગલા લેવાય તેમ તમામ સંગઠનો ઇચ્છી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો વિસનગરના જાહેર માર્ગો ઉપર ચાલતી મટનશોપ તેમજ ગેરકાયદે કતલખાનાં બંધ કરાવવા મુદ્દે એકઠા થયા હતા અને ધારાસભ્ય કાર્યાલયે જઇ ધારાસભ્ય ઋષિકેશ પટેલને તેમજ મામલતદાર અને પાલિકા કચેરી ખાતે જઇ આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં તેમણે શહેરના જાહેર માર્ગો ઉપર કેટલાક શખ્સો અરાજકતા ફેલાય અને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા ઉદ્દેશથી જાહેર માર્ગો ઉપર પશુઓની કતલ કરી તેના માંસનું વેચાણ કરી રહ્યા છે અને હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોઇ આવા કતલખાનાં બંધ કરાવવા માંગણી કરાઇ છે.આવેદનપત્ર આપી આ મામલે તત્કાલ પગલા હાથ ધરાય તેવી દરેક સંગઠનની પ્રબળ માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.