ભારતીય સંસ્કૃતિમાં ફાગણી પૂનમને ધુળેટી તરીકે ગણવામાં આવે છે અને તેના આગલા દિવસને હોળી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રંગોના તહેવાર તરીકે ઓળખાતા આ બે દિવસની ઉજવણીના ભાગરૂપે લોકો બજારમાં ખરીદી કરવા માટે આવે છે, પરંતુ વિસનગરમાં આ વર્ષે હોળી ધુળેટી પર વેચાતા ધાણી, ખજૂર અને હાયડાના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આ તહેવારમાં પરંપરા મુજબ લોકો ધાણી, ખજૂર તેમજ હાયડાનો ઉપયોગ કરે છે, પરંતુ ગણતરીના દિવસો બાકી હોવા છતાં પણ ખરીદવા માટે નિરસતા જોવા મળી રહી છે.
હોળી ધુળેટી પર પિચકારીની સાથે સાથે ધાણી, ખજૂર અને હાયડા પણ વપરાય છે. વર્ષોથી હોળી ધુળેટીમાં ધાણી, ખજૂર અને હાયડા ખરીદવાની પરંપરા ચાલી આવી છે. શહેરમાં વિવિધ જગ્યાએ હોળી અને ધુળેટી પૂર્વે ધાણી, ખજૂર અને હાયડાનું વેચાણ થતું જોવા મળે છે. આ વસ્તુઓનું લોકો પોતાના સામાજિક રીત રિવાજો માટે કરે છે. ત્યારે સામાજિક રીત રિવાજો ઓછા થતા ઘાણી, ખજૂર અને હાયડાનું મહત્વ ઘટ્યું છે. જેના કારણે આ વેપારમાં પણ મંદી જોવા મળી રહી છે. આ અંગે વેપારી અશ્વિન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વખતે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ખરીદી કરવા માટે આવતા નથી અને જેથી મંદીનો માહોલ છવાયો છે અને નફામાં કઈ વધ્યું નથીને હાલ ધંધો મીડિયમ ચાલી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.