તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભાલક સીમમાં તળાવમાં ડૂબી જવાથી 2 સગાભાઇઓનાં મોત

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માતાને રમવા જવાનું કહીને નીકળેલા બંને બાળકોની લાશ ઘરે આવી
  • બહેન શોધતી શોધતી તળાવે પહોંચતાં કપડાં પરથી ડૂબ્યાંની જાણ થઇ

વિસનગર તાલુકાના ભાલક ગામની સીમમાં આવેલા તળાવમાં 7 અને 9 વર્ષના બે સગાભાઈનાં ડૂબી જવાથી મોત થતાં ગામમાં શોક છવાઇ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ પોલીસ કાર્યવાહી થઇ નથી. બાળકો તેની માતાને રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભાલક ગામના વિનુજી સોમાજી ઠાકોરનો 9 વર્ષીય પુત્ર અર્જુન અને 7 વર્ષીય પુત્ર હિતેશ મંગળવારે બપોરે તેમની માતાને રમવા માટે જઈએ છીએ તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. બંને ભાઇઓ મોડે સુધી ઘરે પાછા નહીં આવતાં તેમની બહેન તેમને શોધવા નીકળી હતી.

ત્યારે સીમમાં આવેલા તળાવ પાસે તેમનાં કપડાં જોતાં દોડીને ઘરે આવી તેની માતાને જાણ કરી હતી. જેને પગલે મહોલ્લાના લોકો તળાવની પાળે દોડી ગયા હતા અને તપાસ કરતાં બંને બાળકો તળાવમાં ડૂબેલા હતા. જેમને બહાર કાઢી 108ને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવેલી 108 ઇમરજન્સીના કર્મચારીઓએ તપાસ કરી બંને બાળકોને મૃત જાહેર કરતાં પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી હાજર ગામલોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પરિવારે અમારે કોઇ કાર્યવાહી કરવી નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...