વિસનગરમાં એમ.એન.કોલેજ હેરિટેજ કોલેજનો દરજ્જો ધરાવે છે. તો આ એમ.એમ.કોલેજના ગેટ આગળ બન્ને બાજુ બમ્પ ન હોવાથી હજારો વિદ્યાર્થીઓના જીવન પર જોખમ છે. બન્ને બાજુથી પસાર થતા વાહનોને કારણે કેટલાય અકસ્માત થઈ ચૂક્યા છે. કોલેજમાં 3500 થી 4000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજના ગેટ આગળ બન્ને બાજુ બમ્પ ન હોવાથી અકસ્માત થવાનો ભય છે. એમ.એન.કોલેજ દ્વારા વિસનગર નગરપાલિકામાં કોલેજના ગેટની બન્ને બાજુ બમ્પ બનાવી આપવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને સત્વરે કોલેજ આગળ બન્ને બાજુ બમ્પ બનાવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઝડપી પસાર થતા વાહનો અકસ્માત સર્જી શકે છે
વિસનગર બસ સ્ટેન્ડ તરફથી તેમજ આઇ.ટી.આઇ ચોકડી તરફથી ફૂલ સ્પીડ પર આવતા વાહનો દ્વારા ઘણી વાર એમ.એન.કોલેજ માંથી નીકળતા વિદ્યાર્થીઓ સાથે અકસ્માત થઈ ચૂક્યા છે. એમ. એન.કોલેજ સવાર સાંજ શહેરના લોકો પણ ચાલવા માટે અને કસરત કરવા માટે આવે છે. એમ.એન.કોલેજમાં 3500 થી 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પોતાનું વાહન કે પછી ચાલતા પસાર થાય તો બમ્પ ન હોવાને કારણે અકસ્માત સર્જાવાની શક્યતાઓ રહે છે. તે માટે કોલેજના ગેટ આગળ બન્ને બાજુ બમ્પ મૂકવા માટે માંગ કરાઈ છે. વિદ્યાર્થીઓનું જીવન જોખમાય નહિ અને કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે બમ્પ બનાવવા માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા જણાવ્યું હતુ કે એમ.એન.કોલેજ આગળ બમ્પ બનાવવાને જનરલ બોર્ડમાં નામંજૂર કરવામાં આવેલી છે. એમ.એન.કોલેજના પ્રિન્સિપાલની રજૂઆતને ધ્યાને લઈ ફરીથી આ માંગણી પદાધિકારીઓ ના ધ્યાનમાં મુકીશું. જેમાં બોર્ડમાં જે નિર્ણય લેવામાં આવશે તેમ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.