ફરિયાદ:વિસનગરમાં ગેલેક્ષી સોસાયટીના રસ્તા મુદ્દે કોર્ટનો પોલીસને તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહીશોની પરવાનગી વગર કરાર કરી દઇ મામલતદારમાં એન્ટ્રી પડાવી દેવા મામલે રહીશો દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઇ હતી

વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર ગેલેક્ષી સોસાયટીના બિલ્ડર દ્વારા પાછળ બની રહેલ સોસાયટીના બિલ્ડરો સાથે સોસાયટીમાં અવર જવર કરવા માટે રહીશોની પરવાનગી વગર કરાર કરી દઇ મામલતદારમાં અેન્ટ્રી પડાવી દેવા મુદ્દે રહીશો દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં અાવી હતી જેમાં કોર્ટે ફરિયાદ ઇન્કવાયરી રજીસ્ટ્રરમાં નોંધી પોલીસને વધુ તપાસ કરવા અને 30 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.

વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર અાવેલ સર્વે નં. 2677 પૈકી 1ની જમીનમાં વર્ષ 2016માં પટેલ રાજેશભાઇ ડાહ્યાલાલ અને પટેલ યોગેશભાઇ નારાયણભાઇ દ્વારા ગેલેક્ષી સોસાયટી નામે અાગળ માર્કેટ અને પાછળ મકાનોની સ્કીમ મુકવામાં અાવી હતી. જે સોસાયટી બની ગયા બાદ રહીશો રહેવા પણ લાગ્યા છે અને અા સોસાયટીના અેન.અે. હુકમમાં સોસાયટીના રસ્તા ઉપર રહીશોનો હક્ક લાગતો હોવા છતાં તેમની પરવાનગી અને જાણ બહાર પાછળ બની રહેલ સોસાયટીના અવર જવર માટે કરાર કરી દીધો હોવાનું તેમજ મામલતદારમાં નોંધ પડાવી દીધી હોવાનું રહીશોને જાણવા મળતાં તેમણે અા મુદ્દે વિસનગર શહેર પોલીસ મથકે અરજી કરી હતી.

જેમાં પોલીસે અા સિવિલ મેટર હોવાનું જણાવી જવાબો લઇ ફરિયાદ ફાઇલે કરી દેતાં અા મામલો વિસનગરની જ્યુડીશીયલ કોર્ટમાં ગયો હતો. જેમાં રહીશોની ફરિયાદ ચાલતાં અેડવોકેટ ધ્રુવ અાર.યાજ્ઞિકની દલીલો ગ્રાહ્ય રાખી ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ કુ.અે.અેસ.શેખે અા કેસમાં ફરિયાદ ઇન્કવાયરી રજીસ્ટ્રર નોંધી પોલીસને વધુ તપાસ કરવાનો તેમજ 30 દિવસમાં રીપોર્ટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...