અકસ્માત:વિસનગરના ગુંજા નજીક બાઈકની ટક્કરે દંપતીને ઈજા

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમૌથી પિયર ગુંજા આવતાં અકસ્માત નડ્યો

વિસનગર તાલુકાના ગુંજા ગામે બાઈકની ટક્કરે એક્ટિવા સવાર દંપતિને ઈજાઓ પહોંચી હતી.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મીકૃપા સોસાયટીમાં રહેતા રીટાબેન ધીરુભાઈ લીમ્બાચીયા તેમનું જ્યુટીપીયર નંબર જી.જે.01.યુ ઇ.8278 પર પતિ ધીરૂભાઈ સાથે વતન સમૌ આવ્યા હતા. જ્યાંથી શનિવારે તેઓ પોતાના પિયર ગુંજા ગામે આવવા નીકળ્યા હતા. જ્યાં ગામની પાણીની ટાંકી પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે આવતા બાઈક નંબર આરજે 03 એસએક્ષ 0232ના ચાલકે ટક્કર મારતાં રીટાબેન અને ધીરુભાઈ નીચે પટકાતાં રીટાબેનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે ધીરુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડનગર સિવિલ અને વધુ સારવાર રસ્તે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા છે. આ અંગે રીટાબેને વિસનગર તાલુકા પોલીસ મથકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...