તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કેટયાર્ડ:વિસનગર યાર્ડમાં 4 દિવસમાં કપાસના ભાવ 70 રૂપિયા વધ્યા

વિસનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે રૂ.1585 ભાવ પડ્યો, 759 મણ આવક
  • સિઝન પૂરી થવાના આરે હોઇ ભાવ વધી શકે છે

વિસનગર માર્કેટયાર્ડમાં કપાસની સીઝન પૂરી થવાના આરે છે, ત્યાં છેલ્લા ચાર દિવસમાં ભાવમાં 70 રૂપિયા વધારો જોવા મળ્યો છે. જ્યારે આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે કપાસના 1585 રૂપિયા ભાવ પડ્યા હતા.

વિસનગર માર્કેટયાર્ડમાં ગત 3 જૂને હરાજીમાં કપાસના ઉંચા ભાવ રૂ.1513 સુધીના બોલાયા હતા, જેની સામે સોમવારે રૂ.1585 સુધી પહોંચી ગયા છે. હાલમાં કપાસની સિઝન પૂરી થવા આવતાં બજારમાં ઓછી આવકને લઇ ભાવ ઊંચા આવે છે. જેથી હજુ પણ ભાવ વધી શકવાની શક્યતા સેવાઇ રહી છે.

કપાસના ભાવ-આવક

તારીખભાવરૂ. મણ
03-06700-1513720
04-06725-1510170
05-061100-1535445
07-061000-1585759
અન્ય સમાચારો પણ છે...