માર્કેટ યાર્ડ:વિસનગર માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં આગઝરતી તેજી, મણના ભાવ 2200 નજીક

વિસનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સોમવારે માર્કેટયાર્ડમાં હરાજીમાં સારા કપાસના ભાવ 2171 સુધી પડ્યા
  • માર્કેટયાર્ડમાં છેલ્લા સપ્તાહમાં રોજ 5 હજાર મણની સરેરાશ આવક થાય છે

વિસનગર માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં ફેબ્રુઆરી માસની મધ્યમાં આગઝરતી તેજી જોવા મળતાં ભાવ રૂ.2200 નજીક પહોંચી ગયા છે. સોમવારે હરાજીમાં ભાવ રૂ.2161 સુધી પહોંચ્યા હતા. તેની સામે 5 હજાર મણ કપાસની આવક થઇ છે. આગામી સમયમાં ભાવ રૂ.2200 સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

વર્ષની શરૂઆતમાં ભાવ રૂ.2 હજાર સુધી પડ્યા હતા અને દોઢ માસમાં સરેરાશ રૂ.160 સુધી વધતાં ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. સોમવારે હરાજીમાં કપાસના ભાવ રૂ.1350 થી 2161 સુધીના બોલાયા હતા. સૂત્રો મુજબ, માર્કેટયાર્ડમાં કપાસની ક્વોલીટી પ્રમાણે હરાજીમાં ભાવ બોલાતા હોય છે, હજુ સિઝન બે મહિના ચાલશે, જેથી કપાસના ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે.

કપાસના છેલ્લા સપ્તાહના ભાવ અને આવકની વિગત

તારીખભાવ (રૂ.) મણ
91350-21265239
101350-21714933
111350-21514895
121350-21615248
141350-21615649

​​​​​​

અન્ય સમાચારો પણ છે...