વાવેતર:વિસનગર યાર્ડમાં કપાસનો ભાવ રૂ.3001ની ઐતિહાસિક સપાટીએ

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આખર સિઝનમાં ભાવ ઊંચકાતાં ખેડૂતવર્ગમાં ખુશી

વિસનગર માર્કેટયાર્ડમાં સપ્તાહના આરંભે સોમવારે કપાસની હરાજીમાં મણના રૂ. 3001 સુધીના ઐતિહાસિક ભાવ પડતાં ખેડૂતો પણ વિચારતા રહી ગયા હતા. જોકે, આવક 647 મણની જ થઇ હતી.

મે મહિનાની શરૂમાં કપાસના રૂ.2730 સુધીના ભાવ બોલાયા હતા. જે 16 દિવસ બાદ સોમવારે રૂ.3000ની સપાટી વટાવી હતી. સોમવારે નીચામાં રૂ.1600 અને ઊંચામાં રૂ.3001 સુધીના ભાવ પડ્યા હતા. જેની સામે આવક માત્ર 647 મણની જ થઇ હતી. માર્કેટયાર્ડમાં છેલ્લા પાંચ મહિનામાં કપાસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે, જેની સામે આવકો સતત ઓછી થતી હોવાથી ચાાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોઇ ભાવો વધી રહ્યા છે.

APMCમાં કપાસની આવક

તારીખભાવ રૂપિયામણ
11-051000-29542770
12-051200-29531538
13-051200-29801093
14-051000-29931440
16-051600-3001647

​​​​​​

અન્ય સમાચારો પણ છે...