નિર્ણય:વિસનગર માર્કેટયાર્ડમાં વરસાદને પગલે મંગળવાર સુધી કપાસની હરાજી બંધ

વિસનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટયાર્ડમાં હરાજીમાં અાવેલ માલને યોગ્ય સ્થળે ખસેડી લેવાયો

વિસનગર શહેર અને તાલુકામાં ગુરૂવાર વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો અાવી જઇ દિવસભર કમોસમી વરસાદ પડતાં ખેતીના પાકોમાં ભારે નુકસાની થવા પામી છે જો કે વિસનગર ગંજબજારમાં વેપારીઅોની સમય સૂચકતાથી હરાજીમાં અાવેલ માલને યોગ્ય સ્થળે ખસેડી લેવાતાં કોઇ નુકસાન થવા પામ્યું નથી જ્યારે કપાસની હરાજી મંગળવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વરસાદ દિવસભર ચાલુ રહેતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. વિસનગર માર્કેટયાર્ડમાં ગંજબજાર વેપારી મહામંડળે બુધવારે જ વરસાદની અાગાહી હોવાની જાણ વેપારીઅોને કરી દીધી હતી જેના પગલે સવારે હરાજીમાં અાવેલ માલ યોગ્ય સ્થળે જ ખસેડી લેવાતાં કોઇપણ પ્રકારનુ નુકસાન થવા પામ્યું નથી. અા અંગે ગંજબજાર વેપારી મહામંડળના પ્રમુખ કરશનભાઇ પટેલે જણાવ્યું હતું કે વરસાદને પગલે અાગામી મંગળવાર સુધી કપાસની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં અાવ્યો છે. જ્યારે મામલતદાર કચેરીના સુત્રોઅે વિસનગર શહેરમાં સાંજે ચાર વાગ્યા સુધી 13 અેમ.અેમ. વરસાદ નોંધાયો હોવાનું જણાવ્યું હતું.

આજે મહેસાણા માર્કેટયાર્ડમાં હરાજી બંધ
મહેસાણા:મહેસાણા માર્કેટયાર્ડમાં શુક્રવારે દેવદિવાળી નિમિત્તે રજા રાખવામાં આવી છે. જણસોની હરાજી કામકાજ બંધ રહેશે.જ્યારે શનિવારથી માર્કેટયાર્ડમાં કામકાજ રાબેતામુજબ ચાલુ થશે તેમ માર્કેટયાર્ડ કમિટીના સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...