આદર્શ વિદ્યાલયમાં વિવિધ કાર્યક્રમો:વિસનગરમાં 'પતંગોત્સવ અને સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ અંતર્ગત રસોઈ હરીફાઈ'; વિદ્યાર્થીઓએ આકાશને રંગબેરંગી બનાવ્યું

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં પતંગોત્સવ અને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ અંતર્ગત રસોઈ હરીફાઈ કાર્યક્ર્મ યોજાયો હતો. પતંગોત્સવમાં વિદ્યાર્થીઓએ પતંગ અને દોરી ઘરેથી લાવીને શાળાના વિશાળ મેદાનમાં પતંગ ચગાવીને આકાશને રંગબેરંગી પતંગોરૂપી ફૂલોથી સુશોભિત કરી દીધું હતું અને વિદ્યાર્થીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો.

સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિમાં જોડાયેલ બહેનો દ્વારા રસોઈ હરીફાઈ કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિના કન્વીનર દીપિકાબેન જે. રામીના માર્ગદર્શન નીચે સ્કાઉટ-ગાઈડ પ્રવૃતિમાં જોડાયેલા બહેનોએ વિવિધ વાનગીઓ બનાવીને સૌ કોઈને અભિભૂત કરી દીધા હતા. આમ આદર્શ વિદ્યાલય, વિસનગરમાં આચાર્યના માર્ગદર્શન નીચે તથા સર્વ સ્ટાફ મિત્રોના સહયોગથી બંને કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવતા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...