પ્રમુખ ઉપપ્રમુખ આમને સામને:વિસનગર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખનો વિવાદ ચરમસીમાએ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર નગરપાલિકા ખાતે બુધવારના રોજ પાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદભાઇ સાથે ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલને થયેલ બોલાચાલી બાદ લાફો ઝીંકી દેવાની ઘટના બાદ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચેનો વિવાદ સપાટી ઉપર અાવી જવા પામ્યો છે.

જેમાં પ્રમુખ વર્ષાબેન પટેલે ઉપપ્રમુખ રૂપલભાઇ એક વર્ષથી આઉટ સોર્સિંગ એજન્સીના બિલ લેવાં મને હેરાન કરતા હોવાનો અાક્ષેપ કર્યો હતો. જ્યારે સામે પક્ષે રૂપલભાઇ પટેલે તેમને ભ્રષ્ટાચાર કરો છો તે માટે કોન્ટ્રાક્ટરોને ઘરે બોલાવતા હોવાનો અાક્ષેપ કર્યો છે.

ઉપ પ્રમુખ આઉટ સોર્સિંગ એજન્સીના બિલ લેવાં મને હેરાન કરે છે : પ્રમુખ વર્ષાબેન પટેલ
પાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલે ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલ પાલિકામાં હું સત્તા ઉપર અાવી ત્યારથી હેરાનગતિ કરતા હોવાનું તેમજ પોતે વહીવટ કરવા માગતા હોવાથી તેમને વહીવટ કરવા દેતા ન હોવાનો અાક્ષેપ કર્યો છે.

તેમણે અેક વર્ષથી અાઉટ સોર્સિંગના બિલો ચૂકવવા દબાણ કરતા હોવાથી તેમને વિકાસના કામમાં રસ નથી ફક્ત અેજન્સીના બિલો અાપવામાં જ રસ હોવાનો જણાવી તેમણે અા મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખને લેખિત જાણ કરી હોવાનું જણાવ્યું છે.

પાલિકાની અેજન્સીઅોના કોન્ટ્રાક્ટરોને હું અોળખતો પણ નથી : ઉપપ્રમુખ રૂપલ પટેલ
ઉપપ્રમુખ રૂપલભાઇ પટેલે અાક્ષેપો વાહીયાત અને પાયાવગરના હોવાનું જણાવી સિનિયર કાર્યકર્તા તરીકે મને પાલિકામાં મુકેલ હતો. અેજન્સીઅોના કોન્ટ્રાક્ટરોને હું અોળખતો પણ નથી, ભુતકાળમાં હું પ્રમુખ રહેલો છું. મે કોન્ટ્રાક્ટરો બોલાવ્યા નથી.

છ માસથી પ્રમુખના પતિ કોન્ટ્રાક્ટરોના બિલો ઘરે લઇ જઇ સખી મંડળની અોફિસે બોલાવતા હોવાનું તેમજ મોબાઇલ બહાર મુકાવી ટકાવારી માગતા હોવાનો અાક્ષેપ કર્યો છે. ટેન્ડર ભરાતા ન હોવાથી મે તપાસ કરતાં વિકાસના કામો માટે અા મેટરમાં પડ્યો છું.

અન્ય સમાચારો પણ છે...