વિસનગરમાં પાટીદાર સામે પાટીદારનો જંગ:કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલના ઋષિકેશ પટેલ પર પ્રહારો, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સહિત 'આપ'ના કોંગ્રેસમાં જોડાયા

વિસનગર16 દિવસ પહેલા

વિસનગર વિધાનસભા સીટ પર ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં જે તે વિસ્તારમાં રાજકીય પાર્ટીઓના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે વિસનગર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ડોસાભાઈ બાગ સામે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સામે આકરા પ્રહારો કર્યા હતા. આ સમયે પૂર્વ નગરપાલિકા પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

વિસનગર વિધાનસભા સીટ પર પાટીદાર સામે પાટીદારનો જંગ જામ્યો છે. આ સીટ પર ભાજપ છેલ્લા ત્રણ ટર્મના વિજય વર્તમાન કેબિનેટ મંત્રી ઋષિકેશની સામે કોંગ્રેસ (રાજપા) પૂર્વ ઉદ્યોગ મંત્રી કિરીટ પટેલ વચ્ચે સીધો જંગ જામશે. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગોવિંદ ગાંધી અને આમ આદમી પાર્ટીના 20 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં મોઘવારી, બેરોજગારી, પેપર ફૂટવા વગેરે બાબતને ધ્યાનમાં લઈ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે એવી વાત કરી હતી.

આ અંગે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું હતું કે, મતદારોનો ઉત્સાહ અને મતદારોનો પ્રવાહ જોઈને લાગે છે કે આ વખતે મતદારો 15 હજારની લીડ મને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત અપાવશે.

અન્ય સમાચારો પણ છે...