ભવિષ્યને ઉજ્જવળ બનાવવા એક પગલું:વિસનગરમાં ઠાકોર સમાજના યુવાનોને GPSC તાલીમ વર્ગ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો; મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા આયોજન કરાયું

વિસનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં ગંજબજાર હોલ ખાતે મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે GPSC તાલીમ વર્ગ માટે વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ પણ આગળ આવે તેમજ પરીક્ષા અંગે સભાન થાય અને તે વિદ્યાર્થીઓ GPSCની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ સમાજનું નામ રોશન કરે તે હેતુથી આ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે GPSC કોંચિગ ક્લાસ પણ શરૂ કરવાના હોવાથી જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતગાર કરવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓનો પ્રવેશ ટેસ્ટ આવતા શનિવારે તારીખ 17/09/2022ના રોજ જી.ડી.હાઇસ્કુલ ખાતે બપોરે 2 વાગે રાખવામાં આવ્યો છે. આ માર્ગદર્શન સેમિનારમાં જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ દશરથજી ઠાકોર, કારોબારી અધ્યક્ષ બાબુજી ઠાકોર, મહામંત્રી રામાજી ઠાકોર, આમંત્રિત મહેમાન વજુજી ઠાકોર નયન સચિવ, અરવિંદજી મકવાણા સેક્શન ઓફિસર, રણજીતજી ઠાકોર પૂર્વ મહેસાણા જિલ્લા પ્રમુખ તેમજ વાલીઓ સહિત વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...