માનવ અધિકાર પંચ મેદાને:કેનાલમાં ગરકાવ થઈ બાળકીના મોત બાદ ફરિયાદ દાખલ, પરિવારને 10 લાખની સહાય આપવા માંગ

વિસનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડવોકેટ કૌશિક પરમાર દ્વારા બાય રજીસ્ટર એડી મારફતે ફરિયાદ કરી
  • બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી

વિસનગરમાં તારીખ 05/08/2022 ના રોજ સાંજના 5 અને 6 વાગ્યા સુમારે ભારે વરસાદ થયો હતો. જેમાં તે દરમિયાન શાળામાંથી છૂટીને 14 વર્ષીય બાળકી જિયા બેન વિજયભાઈ નાયી, જે શાળાથી છૂટી સાઇકલ પર ઘરે જતી હતી. ત્યારે થલોટા રોડ પર ખુલ્લી ગટર કેનાલમાં ગરકાવ થતાં તેનું મૃત્યુ થયું હતું.

ચોમાસા દરમિયાન આવી કેનાલો ભયજનક
એડવોકેટ કૌશિક પરમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, જાહેર રોડ પર કેનાલ જેવી ખુલ્લી ગટરો લોકો માટે મોતનું કારણ બને છે. જેમાં ચોમાસા દરમિયાન આવી કેનાલો જેવી ગટરોમાં કોઈ પણ નાગરિક પડી શકે છે. મોતને ભેટી શકે છે તેવું જાણતા હોવા છતાં સત્તાધીશોએ અગમચેતી રૂપ જાળી નાખવી કે બીજી વ્યવસ્થા કરેલ નહિં. જેથી બાળકી મોત ને ભેટી હતી. જેમાં એડવોકેટ પરમાર દ્વારા નીચે મુજબની માંગ કરવામાં આવી છે.
1 - બનાવની સત્વરે તપાસ કરવામાં આવે.

2 - મૃતક બાળકીના પરિવાર ને 10 લાખ નુ વળતર આપવામાં આવે

3 - આવી ખુલ્લી નાની મોટી ગટરો, કેનાલો ઉપર સત્વરે જાળી નાખી તેના ઉપર જાહેર જનતા વાંચી શકે તે પ્રમાણે યોગ્ય સૂચનો સાથેના બોર્ડ મુકવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...