તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ધંધા માટે દસ લાખના દહેજની માગણી કરતાં પરિણીતાની ત્રણ વિરુદ્ધ ફરિયાદ

વિસનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો

વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં રહેતી પટેલ કવિતાબેન કનુભાઈના લગ્ન શહેરના કમાણા રોડ ઉપર આવેલી ન્યુટન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રજાપતિ હર્ષદકુમાર રામાભાઇ સાથે પરિવારની સંમતીથી થયા હતા. શરૂઆતમાં કવિતાબેનને સાસરિયા દ્વારા સારી રીતે રખાતાં હતા.

એકવાર તેણી પિતાના ઘરેથી આવ્યા બાદ નાની નાની બાબતોમાં ઝઘડા કરી શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.જ્યાં કવિતાબેન ને તેમના પતિએ ધંધો કરવા સારુ 10 લાખની માગણી કરી તગેડી મૂકતાં આ બનાવ અંગે કવિતાબેને પતિ હર્ષદકુમાર રામાભાઇ,જેઠ પ્રજાપતિ કમલેશભાઇ રામભાઇ અને જેઠાણી પ્રજાપતિ યોગીનાબેન કમલેશભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...