તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સાસુએ જમાઇનું અપહરણ થયાની ફરિયાદ ખોટી લખાવ્યાનું ખુલતાં 6 સામે ફરિયાદ

વિસનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસનગર તા.પં.ના સદસ્ય સહિતને ફસાવવા કાવતરું રચ્યું હોવાનું ખુલ્યું
 • યુવતીની પૂર્વ પતિ, માતા, બહેન-બનેવી સામે ફરિયાદ, પૂર્વ પતિની ધરપકડ

વિસનગર શહેર પોલીસ મથકે પોણા બે મહિના પૂર્વે સાસુએ તેમના જમાઇનું અપહરણ થયું હોવાની તેમની દીકરી સાથે રહેતા યુવક અને તાલુકા સદસ્ય ઇન્દ્રવદન પટેલ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ ખોટી હોવાનું બહાર આવતાં પોલીસે યુવતીની ફરિયાદને આધારે માતા, પૂર્વ પતિ, બહેન-બનેવી સહિત 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના ઘુમામાં રહેતાં ગીતાબેન ગોવિંદભાઇ પટેલે વિસનગર પોલીસ મથકે રાજેશ્વરી પાલડીના પટેલ હિતેશ બળદેવભાઇ સાથે રહેતી હોઇ તેને લેવા તેના પૂર્વ પતિ પટેલ ભાવેશ ભીખાભાઇ રૂ.10 લાખ લઇ સમાધાન કરવા જાઉં છું તેમ કહી નીકળ્યા બાદ ગુુમ થતાં હાઇકોર્ટમાં અરજી કર્યા બાદ હિતેશભાઇ અને ઇન્દ્રવદન પટેલ સામે અપહરણની ફરિયાદ આપી હતી.

જેમાં ગીતાબેનની દીકરી રાજેશ્વરીબેને તપાસ કરતાં માતા ગીતાબેન શરૂઆતથી ભાવેશભાઇનું અપહરણ થયું ન હોવાનું જાણતા હોવા છતાં પંકજભાઇ રતિલાલ શાહ સાથે મળી કોર્ટને ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાવી વિસનગર શહેર પોલીસ મથકે પૂર્વ પતિ ભાવેશ પટેલ, માતા ગીતાબેન પટેલ, પંકજ રતિલાલ શાહ, રાજેશ રમણભાઇ પટેલ, કાજલબેન જયેશકુમાર પટેલ અને જયેશ ભરતભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો