ખેડૂતોમાં ખુશીની લાગણી:વિસનગર માર્કેટયાર્ડમાં કપાસ ખરીદીની શરૂઆત; સૌથી ઊંચો ભાવ રૂ. 3511 નોંધાયો; પ્રથમ દિવસે 60 મણ આવક થઈ

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે બુધવારના રોજ કપાસ ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે કપાસનો સૌથી ઊંચો ભાવ રૂ. 3511 નોંધાયો હતો. જેમાં કપાસની હરાજી કરવામાં આવી હતી અને તેમાં પ્રથમ દિવસે 60 મણ કપાસની આવક નોંધાઇ હતી. તો કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.

કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શુભ મુહૂર્તમાં કપાસની ખરીદીની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે કપાસનો સૌથી ઊંચો ભાવ રૂ. 3511 ભાવ બોલાયો હતો. તેમજ સૌથી નીચો ભાવ રૂ. 1201 બોલાયો હતો. જેમાં પ્રથમ દિવસે 60 મણ આવક નોંધાઇ હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર્સ, કર્મચારીઓ, વેપારીમિત્રો તથા ખેડૂતોની હાજરીમાં કપાસ ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. આમ કપાસનો પ્રથમ દિવસે જ સારો ભાવ મળતાં પંથકના ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...