સમસ્યા:વિસનગર ગંજબજાર રોડ પર રોજિંદી ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો તોબા

વિસનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોના ધસારા વચ્ચે ટ્રેન આવતાં ફાટક બંધ થતાં લાઇનો લાગે છે
  • કંટાળીને કાંસા ચોકડી તરફ જતાં લોકો હવે આ રોડથી જવાનું ટાળે છે

વિસનગરના ગંજબજાર રોડ ઉપર દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિકજામને લઇ શહેરીજનો પરેશાન થઇ ઉઠ્યા છે. એમાંય હવે બ્રોડગેજ ટ્રેન શરૂ થવાથી ટ્રાફિક સમસ્યા વધતાં કાંસા ચોકડી તરફ જતા શહેરીજનો હવે ગંજબજાર રોડ પર જવાનું ટાળી રહ્યા છે.

શહેરના નૂતન હાઇસ્કૂલથી ગંજબજાર થઇ કાંસા ચાર રસ્તા તરફ જવાના માર્ગે દિવસભર વાહનોનો ધસારો રહે છે. એમાંય હવે બ્રોડગેજ ટ્રેન શરૂ થતાં આ સમસ્યા વધુ ઘેરી બની છે. દિવસમાં ત્રણ થી ચારવાર વાહનોની લાંબી લાઇનો લાગતી હોઇ કાંસા ચોકડી તરફ વાહનો લઇને જતા લોકો હવે આ રોડ ઉપર જવાનું ટાળી રહ્યા છે.

જ્યારે ટ્રાફિકથી થતા પ્રદૂષણના કારણે દુકાનદારો પણ હેરાન થઇ ઉઠ્યા છે. ગંજબજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ગંજબજાર રોડ ઉપર વહેલી સવારથી વાહનોનો ધસારો હોય છે, એમાંય જો ટ્રેન આવી જાય તો ટ્રાફિકજામ થઇ જાય છે અને તેને દૂર થતાં અડધા કલાક જેટલો સમય લાગી જાય છે.

અન્ય સમાચારો પણ છે...