વિસનગરમાં શિક્ષક દિનની ઉજવણી:કોલેજ અને સ્કૂલોમાં બાળકો શિક્ષક બન્યા, પોતાનાથી નાના વિદ્યાર્થીઓને ભણાવી આનંદ અનુભવ્યો

વિસનગરએક મહિનો પહેલા

દર વર્ષે 5મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિન ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ છે. શિક્ષક દિન નિમિત્તે દેશભરની શાળાઓ અને કોલેજોમાં શિક્ષકોના સન્માનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એક તરફ, ભારતમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિસનગરની સ્કૂલ અને કોલેજોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિસનગરની એમ.એન.કોલેજ, નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, આદર્શ વિદ્યાલય, ડી.ડી.હાઇસ્કુલ, નૂતન હાઇસ્કુલ, જી.ડી.હાઇસ્કુલ સહિત તમામ સ્કૂલ કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી.

વિસનગરની એમ.એન.કોલેજ ખાતે તમામ વિભાગોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. આદર્શ વિદ્યાલય ખાતે પણ શિક્ષક દિવસની ખૂબ જ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આદર્શ વિદ્યાલયમાં 50થી વધુ વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બની અનુભવ કેળવ્યો હતો. શાળાના આચાર્ય સહિત સ્ટાફ દ્વારા પણ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ સહિત લોકો એ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રીમતી એસ.એસ.પટેલ નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના સાયન્સ એન્ડ હ્યુમિનીટી વિભાગ દ્વારા પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં Fy, Sy અને Tyના વિધાર્થીઓને એક દિવસ માટે શિક્ષણ આપ્યું હતું. આ અંગે વિદ્યાર્થીએ પોતાના મંતવ્યો આપતા જણાવ્યું હતું કે, અમને શિક્ષક દિવસ નિમિત્તે જે શિક્ષક બનવા મળ્યું તેનો ખૂબ જ આનંદ છે. અમે અમારાથી એક વર્ષ નાના વિદ્યાર્થીઓને ભણાવીને અમારો રિવ્યૂ શેર કર્યો. પહેલા તો ટીચર હોય તો તમને ભણાવે એક સ્ટુડન્ટના નજરથી જોવે. આજે અમે ખુદ ટીચરની નજરથી વિદ્યાર્થીઓને જોયા.

અન્ય સમાચારો પણ છે...