તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરતપિંડી:મહિલા આર્થિક વિકાસ આયોગનો અધિકારી હોવાનું કહી સખીમંડળની 46 બહેનોને છેતરી

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિસનગર કાંસા એનએની બહેનો સાથે ઠગાઇ કરનાર ઘાઘરેટના શખ્સ સામે ગુનો
  • સિવણ અને બ્યુટીપાર્લરની તાલીમ અને સ્ટાઇપેન્ડનું કહી રૂ.13,800 પડાવ્યા

વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં રહેતી સખીમંડળની બહેનોને ઘાઘરેટના શખ્સે ગાંધીનગર મહિલા આર્થિક વિકાસ આયોગમાં અધિકારી હોવાની ખોટી ઓળખ આપી સરકારની સ્કીમમાં બ્યુટીપાર્લર, સિવણ અને પડિયા બનાવવાની ટ્રેનિંગ આપવાનું કહી 46 બહેનો પાસેથી રૂ.300 ફી પેટે રૂ.13,800 લઇ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વિસનગર શહેર પોલીસ મથકે નોંધાઇ છે. આ શખ્સે ખેરાલુ તાલુકાના લુણવા અને નાની હિરવાણીની બહેનો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે

કાંસા એનએ વિસ્તારની ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતાં પારૂલબેન મોહનભાઈ સક્સેના સખીમંડળ ચલાવે છે. ઓક્ટોબર 2020માં સખી મંડળનાં સભ્ય નીરૂબેને મંડળનાં સભ્ય ચેતનાબેનના ઘરે ઘાઘરેટના રમેશભાઈ દેવચંદભાઈ ચાવડાની મિટિંગ હોવાનું કહી તેઓ સિવણ, બ્યુટીપાર્લર અને પડિયા બનાવવાની તાલીમ આપતા હોવાનું જણાવતાં પારૂલબેન મિટિંગમાં ગયા હતા. ત્યારે રમેશ ચાવડાએ તે ગાંધીનગર મહિલા આર્થિક વિકાસ આયોગ કચેરીમાં અધિકારી હોવાનું તેમજ સરકાર તરફથી એક સ્કીમ હોવાનું જણાવ્યું હતું.

જેમાં મુખ્ય બહેનને સંચાલિકા તેમજ 50 બહેનોને સભ્ય બનાવવાનું કહી સભ્યદીઠ રૂ.300 ફી જમા કરાવવાની રહેશે. સ્કીમમાં બહેનોને ત્રણ માસ બાદ બ્યુટી પાર્લર, સિવણ તેમજ પડિયા બનાવવાની ટ્રેનિંગ અપાશે, જેમાં દરેકને માસિક રૂ.1000 સ્ટાઇપેન્ડ અને સર્ટિ અપાશે તેમ કહ્યું હતું. આ સ્કીમમાં 46 બહેનોએ રૂ.300 લેખે રૂ.13,800 રમેશ ચાવડાને આપ્યા બાદ પારુલબેને સંચાલિકા તરીકે બહેનોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યુ હતું.

મહિના બાદ રમેશ ચાવડા પાસે પારૂલબેને બહેનોનું સ્ટાઇપેન્ડ અને મકાન ભાડું માગતાં સરકાર તરફથી હજુ પૈસા આવ્યા નથી તેમ કહેતાં પારૂલબેને ટ્રેનિંગ બંધ કરી દીધી હતી. દરમિયાન, પારૂલબેને તપાસ કરતાં રમેશ ચાવડા કોઈ સરકારી અધિકારી ન હોવાનું તેમજ સરકારી અધિકારી તરીકે ખોટી ઓળખ આપી બહેનોને વિશ્વાસમાં લઇ પૈસા પડાવતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેણીએ રમેશ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...