સિનિયરોએ કર્યુ જુનિયરોનું સ્વાગત:સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જુની પરંપરા સાચવી; નવા વિદ્યાર્થીઓ માટે યોજી ભવ્ય ફ્રેશરપાર્ટી

વિસનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેંગિગ નહીં પણ સ્વાગત

વિસનગરના સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના Integrated MBA વિભાગના સિનિયર વિદ્યાર્થીઓને ફ્રેશર પાર્ટી આપીને જુનિયર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. જેમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમુક કોલેજોમાં જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરીને સ્વાગત કરવામાં આવે છે, પરંતુ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના Integrated MBA વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેશર પાર્ટી યોજી સ્વાગત કર્યું હતું.

ફ્રેશર પાર્ટીનું આયોજન વાઈલ્ડ વુડ હોલ, મહેસાણા ખાતે કરાયું
ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા IMBA ના પ્રથમ સત્રના વિદ્યાર્થીઓ માટે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિભાગમાં દર વર્ષે વિભાગના સીનીયર વિદ્યાર્થીઓ વિભાગમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓને Freshers Party આપીને એમનું ભાવભીનું સ્વાગત કરે છે. ફ્રેશર પાર્ટીનું આયોજન વાઈલ્ડ વુડ હોલ, મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું. ફ્રેશર પાર્ટીનું આયોજન IMBA પ્રોગ્રામના 2020 અને 2021 બેચના સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આયોજન સમિતિએ સ્થળ, ભોજન, રમતો, ઈનામો, શણગાર, ડીજે અને અન્ય જરૂરિયાતોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ ઇવેન્ટના નાણાકીય ખર્ચ માટે વિદ્યાર્થીઓએ સ્પોન્સર્સ સાથે જોડાણ કર્યું અને I Care optics અને Gravity IELTS/PTE કોચિંગ ક્લાસમાંથી સ્પોન્સરશિપ મેળવી હતી. આ પાર્ટીમાં કુલ 136 વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિભાગના પ્રોફેસર્સ ડૉ. દિવ્ય દીપ સિંહ, પ્રો. દિવ્યાની કુંપાવત, પ્રો. નેહા જે પટેલ, ડૉ. ફરાના કુરેશી અને ડૉ. નેહા સિંહ હતા અને આયોજનનું વિશેષ ધ્યાન રાખ્યું હતું.

સંસ્કૃતિક કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો
​​​​​​​ઇવેન્ટની શરૂઆત IMBA કોર્સના તમામ બેચ દ્વારા રેમ્પ વોક એન્ટ્રીથી સાથે થઈ હતી અને નૃત્ય, ગાયન, કવિતા અને સ્ટેન્ડ અપ વગેરે કેટેગરીમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ફ્રીઝ ડાન્સિંગ, ટાસ્ક ફ્રોમ ધ બાઉલ વગેરે જેવી પ્રવૃત્તિઓ આ પાર્ટીના વિશેષ આકર્ષણ રહ્યાં હતા. છેલ્લી ઇવેન્ટ મિસ અને મિસ્ટર ફ્રેશર હતી. જેના માટે મિસ વિશાખા શર્મા અને મિસ્ટર જેસલ પંચાલની પસંદગી કરવામાં આવી હતી. તેઓને શિલ્ડ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીજે પર ગ્રુપ ડાન્સ અને ગરબા સાથે કાર્યક્રમનું સંસ્કૃતિક કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ઉપક્રમે સાંકળચંદ પટેલ યુનીવર્સીટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. યુનીવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહે ફ્રેશર પાર્ટીના સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ડીન ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ડૉ જે કે શર્માએ આયોજક મંડળ અને સર્વે ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમના કાર્ય બદલ વિશેષ અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...