શિક્ષણ સાથે વ્યવસાયિક કુશળતા:સાંકળચંદ પટેલ યુનિવર્સીટીએ TCS iON સાથે એમઓયુ કર્યું, વિદ્યાર્થીઓને સ્નાતક ડિગ્રીની સાથે વ્યવસાયિક કુશળતા આપશે

વિસનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SPUનો નવતર પ્રયોગ

વિસનગરમાં આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એ વિદ્યાર્થી માટે સ્નાતક ડિગ્રીની સાથે વ્યવસાયિક કુશળતા મળે તે માટે બેચલર ઓફ સાયન્સ ઈન ઇન્ફોર્મેશન ટેકનોલોજી (B.Sc IT) પ્રોગ્રામ માટે અગ્રણી બ્રાન્ડ TCS iON સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં . જે ઇન્ડસ્ટ્રીઝ 4.0 યુગમાં, રોજગારીએ વિદ્યાર્થીઓના જ્ઞાનની સાથે ઇન્ડસ્ટ્રીઝના કૌશલ્ય સાથે જોડાયેલ અગત્યનું પરિબળ છે. આ પ્રોગ્રામ ઇન્ડસ્ટ્રીની માંગ પ્રમાણે વિદ્યાર્થીઓમાં રહેલા અનેક કૌશલ્યો અને આંતરિક શક્તિને વિકસાવવા માટે ઇન્ડસ્ટ્રીની ભાગીદારી સાથે બનાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ સમગ્ર ઉચ્ચ શિક્ષણ માટે ગેમચેંજર બની રહેશે. આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને સ્નાતક ડિગ્રીની સાથે વ્યવસાયિક કુશળતા આપશે. જે વિદ્યાર્થિઓની કારકિર્દી ઘડવામાં મદદરૂપ બનશે. આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થિઓને ઊંડાણ પૂર્વક ઔધોગિક જરૂરી જ્ઞાન વિકસાવવા તથા સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેના કૌશલ્યોને વધુ મજબૂત બનાવવા માટે વ્યવસાયિક સક્ષમ બનાવશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન સાથે પ્રોવોસ્ટ ડૉ.ડી.જે.શાહ, રજિસ્ટ્રાર ડૉ.પી.કે.પાંડે, પ્રિન્સીપાલ ડૉ.એસ.જી.શાહ, એચઓડી ડૉ. કે.જે.મોદી, અને TCS iON પ્રાદેશિક વ્યવસ્થાપક સાર્થક વોરાની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે.

અન્ય સમાચારો પણ છે...