વિદ્યાર્થીઓને કમ્પ્યૂટરનું દાન:સાંકળચંદ પટેલ યુનિ. અને રોટરી ક્લબના સયુંકત ઉપક્રમે આયોજન, ગામડાઓના વિદ્યાર્થીઓ પણ કમ્પ્યુટર જ્ઞાનથી પરિચિત

વિસનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉતર ગુજરાત અને વિસનગરની આસપાસના તમામ ગામોમાં અવાર-નવાર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પોતાની સેવાકીય અને સામાજિક વિકાસલક્ષી પ્રવુતિઓથી હંમેશા કાર્યશીલ રહેતી હોય છે. કમ્પ્યુટર હવે તો શિક્ષણ અને ટેકનોલોજીનો અનિવાર્ય અંગ બની ચૂક્યું છે. ત્યારે છેવાડાના ગામડાઓની શાળામાં બાળકો કમ્પ્યુટર જ્ઞાનથી વંચિત ન રહે તે માટે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને રોટરી ક્લબના સયુંકત ઉપક્રમે કમ્પ્યુટરનું દાન કરવામાં આવ્યું હતું.

કમ્પ્યુટર ડોનેશન આર્શીવાદરૂપ સાબિત થશે.
સ્વામી સચ્ચિાદાનંદ પોલીટેકનિક કોલેજ ખાતે આશરે 40 જેટલા ડેસ્કટોપ કમ્પ્યુટર વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ડોનેટ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, સમાજના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી તમામ પ્રકારની મદદ માટેની તૈયારી બતાવી હતી. શિક્ષણના વિકાસ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આમ કમ્પ્યુટરનું શાળામાં દાન થકી ગામડાઓના વિદ્યાર્થીઓ પણ કમ્પ્યુટર જ્ઞાનથી પરિચિત થશે અને કમ્પ્યુટર ડોનેશનએ આર્શીવાદરૂપ સાબિત થશે.

આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ હિતેશભાઈ રાવલ, સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ.ડી.જે શાહ, રજિસ્ટ્રાર પી.કે.પાંડે, ડીપ્લોમા કોલેજના પ્રિન્સીપાલ ડૉ.પી.જે પટેલ તેમજ રોટરી ક્લબના સેક્રેટરી સંજયભાઈ ગોસા, લીટરસી ચેરમેન પ્રકાશભાઈ ચોકસી સહિત નજીકની શાળાઓના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...