ચૂંટણી પ્રચારનો ધમધમાટ:વિસનગરમાં ભાજપ ઉમેદવાર ઋષિકેશ પટેલનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું, મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં

વિસનગર3 મહિનો પહેલા

વિસનગર વિધાનસભાની ચૂંટણીમાં પડઘમ પડી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના વિસનગર બેઠકના ઉમેદવાર તરીકે ઋષિકેશ પટેલને જાહેર કર્યા છે. વિસનગરના ડોસાભાઈ બાગ સામે સુખ નિવાસ કોમ્પલેક્ષમાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં સાધુ - મહંતોની હાજરીમાં કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ 'ઋષિકેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ' ના નારા લાગાવ્યાં હતા.

આ પ્રસંગે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુ પટેલ, દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, નગરપાલીકા પ્રમુખ વર્ષાબેન પટેલ, નગરપાલીકા ઉપપ્રમુખ રૂપલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, ભરત પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, કાર્યકતાઓ, યુવા મોરચાના કાર્યકરો તેમજ મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...