વિસનગરમાં સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના આશયથી સંસ્થામાં કમ્પ્યુટર અને આઇટી એંજિનયરિંગ વિભાગ દ્વારા National Science Day અંતર્ગત વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. કિરીટ મોદી અને ડૉ. રાજેશ પટેલ દ્વારા રોબોટિક્સ અને IOT પર વર્કશોપ, ડૉ. અનિલ મનગુટ્ટી, ડીન, એક્સટર્નલ અફેર્સ, SPU દ્વારા ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ (IEP) પર સેમિનાર, નીતિન ભટ્ટ Director, FEAST Software PVT LTD દ્વારા AR-VR પર, હાર્દિક ગૌસ્વામી દ્વારા PerfactQA LLP અને કરુણા પરિહાર દ્વારા Testscenario PVT LTD દ્વારા Software Engineering & Project Development પર વિવિધ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
વધુમાં પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધા અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મિલન પટેલ, SPCEના અગ્રણી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હેડ, IT, સમર્થ ડાયમંડ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવા માટે હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામમાં 200થી વધુ વિધાર્થીઓ તથા અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ડૉ. સંતોષ જી. શાહ, પ્રિન્સિપાલ, ડૉ. કિરીટ જે. મોદી અને પ્રો. વિવેક કે. શાહ, પ્રો. અંકુર જે. ગોસ્વામી અને ડૉ. રાજેશ પટેલે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંકલન કર્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ.ડી.જે.શાહે આ કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પુરો પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.