તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક યોજાઈ:વિસનગર શહેરમાં ગુનાખોરી સામે રક્ષણ માટે વેપારીઓના સહયોગથી CCTV કેમેરા ગોઠવાશે

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા સેવાસદનમાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને વેપારીઓની બેઠક યોજાઈ

વિસનગર તાલુકા સેવાસદનમાં શુક્રવારે સાંજે મળેલી બેઠકમાં સમગ્ર વિસનગર શહેરને તીસરી આંખ અંતર્ગત સીસીટીવી કેમેરા સર્વેલન્સ હેઠળ આવરી લેવા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ વેપારીઓએ સાથેની ચર્ચા બાદ તમામનો સહયોગ લઇ આ કાર્યને ઝડપી પૂર્ણ કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

શહેરને સીસીટીવી કેમેરા સર્વેલન્સ હેઠળ આવરી લેવા તાલુકા સેવાસદનમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પ્રાન્ત અધિકારી સી.સી.પટેલ, ડીવાયએસપી એ.બી. વાળંદ, વિસનગર પી.આઇ. એ.એમ.રાઠવા, પાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ પાઠક, પાલિકાના પ્રમુખ વષૉબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, તા.પં. પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, , કોપરસીટી મચૅન્ટ એસો.ના પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત અલગ અલગ એસોસીએશનના વેપારીઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં શહેરમાં બનતા લૂંટ તેમજ ગુનાખોરીના બનાવો સામે રક્ષણ માટે સીસીટીવી કેમેરા સર્વેલન્સની વ્યવસ્થા ઉભી કરવા પાલિકા, વિવિધ વેપારી એસો.નો, APMC તા.પં.તેમજ ધારાસભ્ય કાયૉલયના સહયોગ દ્વારા ભંડોળ એકત્ર કરી ગૃહ વિભાગ દ્વારા કામ કરતી એજન્સીને કામગીરી આપવા અભિપ્રાયો મંગાવાયા હતા. આ અંગે ધારાસભ્ય ઋષિકેષ પટેલે જણાવ્યું કે પોલીસ દ્વારા શહેરને સીસીટીવી સર્વેલન્સ કરવા રોડમેપ તૈયાર કરાયો હતો. તમામના અભિપ્રાયો લેવાયા હતા. કેમેરા લગાવવા 1 કરોડ જેટલો ખર્ચ થવા થનાર છે. જેથી તા.પં., પાલિકા, વેપારીઓ સહિતનો સહકાર લઈ સીસીટીવીથી સજ્જ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...