લીડથી જીતવાનો વિશ્વાસ:વિસનગરના ગામડાઓમાં ભાજપ ઉમેદવાર ઋષિકેશ પટેલનો પ્રચાર; કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો

વિસનગર18 દિવસ પહેલા

વિસનગર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં આજરોજ ઋષિકેશ પટેલે તાલુકાના ગામડાઓમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં રામપુરા (કાંસા) ગામથી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી અને બોકરવાડા ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ભાજપના કાર્યકરો દ્વારા ઋષિકેશ પટેલનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સભામાં ઋષિકેશ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે પ્રહાર કર્યા હતા.

લીડથી વિસનગરની સીટ જીતાડવાની છેઃ ઋષિકેશ પટેલ
આ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને અત્યારે મત શોધવાની તકલીફ છે અને ત્રીજી પાર્ટી તો ક્યાંય ચિત્રમાં નથી. ઠીક છે કે ખાના પૂર્તિ કરી છે. બાકી અહીંયા આ સીટ પર કદાચ ભૂતકાળમાં નહીં મળેલી લીડથી વિસનગરની સીટ જીતાડવાની છે. મહેસાણા જિલ્લાની સાતે સાત સીટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે એ બિલકુલ નિશ્ચિત બાબત છે. ઋષિકેશ પટેલે રામપુરા, ઇયાસરા, વડુ, સાતુંસના, જેતલવાસણા, બોકરવાડા, લક્ષ્મીપુરા (ભાન્ડુ), ભાન્ડુ તેમજ વાલમ ગામે પ્રચાર કરી સભા યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...