ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેમ્પ:વિસનગરમાં હસતું મુખડું જીવદયા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે કેમ્પનું આયોજન; ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવા અપીલ

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વ હવે નજીક આવી રહ્યું છે. ત્યારે પંતગ રસીયાઓ તૈયાર થઈ ગયા છે. જેમાં પતંગ રસીકોની સાથે સાથે ઘાયલ પક્ષીઓને સારવાર કરનાર જીવદયા સંસ્થાઓએ તૈયારી ચાલુ કરી છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે હસતું મુખડું ગ્રુપ દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિસનગરમાં ઉત્તરાયણ પર્વ પર બે દિવસ કાંસા યોગેશ્વર સોસાયટીના નાકે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. તો ઉત્તરાયણમાં કાતિલ દોરીથી ઘાયલ પક્ષીઓ કોઈને દેખાય તો કેમ્પમાં સારવાર માટે લાવવા હસતું મુખડું જીવદયા ગ્રુપ દ્વારા વિનંતી કરવામાં આવી છે. તેમજ ઘાયલ પક્ષીઓને ટુવાલ કે કપડામાં વિટાળીને લાવવા અપીલ કરી છે.

હસતું મુખડું જીવદયા ગ્રુપ દ્વારા 365 રાત-દિવસ જીવદયાનુ કાર્ય કરવામાં આવે છે. જેમાં પશુઓ સહિત પક્ષીઓને અન્ય બીમારીથી પીડાતા હોય તો મૂંગા પીડિત પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. જેમાં આવા કોઈ પણ પશુ કે પક્ષી બીમારીથી પીડાતા હોય તો તેમને સારવાર માટે હસતું મુખડું ગ્રુપ કાંસા મો.નં. 7016720137 ઉપર સંપર્ક કરવામાં આવશે તો 24 કલાકમાં હેલ્પલાઇન સેવા મળશે. તો આમ, હસતું મુખડું જીવદયા ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન કરતા ઘાયલ પક્ષીઓને સારવાર માટે લઇ જવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...