ઘર આંગણેથી બાઈક ગાયબ:પાલડી ગામે ઘર આગળ પાર્ક કરેલું બુલેટ બાઇક ચોરાયું, અમદાવાદ કામ અર્થે જતાં અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ફરાર

વિસનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીની ઈ એફઆઈઆરના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વિસનગરમાં પંથકમા ચોરીના બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિસનગર તાલુકાના પાલડી ગામેથી ઘર આગળ પાર્ક કરેલ બુલેટ બાઇકને કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ફરાર થઈ જતાં વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વિસનગર તાલુકાના પાલડી ગામના હર્ષ કુમાર રાજેશભાઈ ચૌધરી જેઓ રોડના કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરી ગુજરાન ચલાવે છે. હર્ષકુમાર ચૌધરી હાલ એકાદ બે મહિનાથી ગાંધીનગર ખાતે મહિનાથી રહે છે. જેમની પાસે એક બુલેટ બાઇક નંબર (જી.જે.02.સી.એમ 1843) છે. જે પાલડી ગામે એમના ઘર આગળ પાર્ક કરેલું હતું. હર્ષ કુમારના પિતા રાજેશ ભાઈ અમદાવાદ કામ અર્થે ગયા હતા. પોતાનું કામ પતાવીને તે ગાંધીનગર ખાતે રોકાયા હતા. રાજેશભાઈ તારીખ 02/08/2022 ના રોજ ગાંધીનગર થી પાલડી ગામે પરત આવતા બુલેટ બાઇક જોવા મળ્યું ન હતું. જેની જાણ રાજેશભાઈએ તેમના પુત્રને કરતાં હર્ષ કુમારે ઇ. એફ.આર.આઇ કરી હતી. જેમાં બુલેટ બાઇક કિંમત રૂ. 70 હજારનું ચોરી થયું હોવાનું જણાવ્યું હતું. આમ કોઈ અજાણ્યા ચોર ઈસમો બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આમ બાઇક ચોરી થતાં હર્ષ કુમારની ઈ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...