20 વર્ષની સમસ્યાનો અંત!:કાંસા એન. એ વિસ્તારથી રૂપેણ નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીસનગરના કાંસા.એન. એ વિસ્તારમાં 20 વર્ષની સમસ્યાનો અંત આવ્યો છે. જેમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે કામગીરી કરવામાં ન આવતી હતી. તેનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગરના કાંસા.એન. એ વિસ્તારથી રૂપેણ નદી સુધીની વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ચોમાસામાં વરસાદમાં કાંસા.એન. એ વિસ્તાર પાણીમાં તરબોળ થઈ જાય છે અને વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી અનેક સોસાયટીમાં પાણી ભરાઈ રહે છે. જે આ પાઇપલાઇન નાખવામાં આવતા કાયમી સમસ્યાનો અંત આવશે.

છેલ્લા 20 વર્ષથી કાંસા.એન. એ વિસ્તારમાં ચોમાસામાં સ્થાનિકોને વરસાદી પાણીનો સામનો કરવો પડે છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીમાંથી નીકળવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડે છે. કાંસા.એન. એ સરપંચ નિમિષાબેન પટેલ, ઉપસરપંચ અને સભ્યોની અથાગ પ્રયત્નના કારણે ઋષિકેશ પટેલને રજૂઆત કરતા તેમના સહયોગથી વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન મંજૂર કરવામાં આવી હતી. જેમાં 6 કરોડ 70 લાખની વરસાદી પાણીના નિકાલ માટેની ગ્રાન્ટની મંજૂરી આપતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સરપંચ પતિ પ્રશાંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, નગરપાલીકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, ઉપસરપંચ તેમજ સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...