સંગ્રામ પંચાયત 2021:કાંસા અને કાંસા એનએ ગ્રા.પં. કબજે કરવા રાજકીય દાવપેચ

વિસનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર તાલુકાની 10 ગ્રા.પં.માં ચૂંટણી
  • ઘાઘરેટમાં વોર્ડ નં. 2ની પેટાચૂંટણી યોજાશે

વિસનગર તાલુકાની સાૈથી મોટી કાંસા અને કાંસા એનએ સહિત 10 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની સામાન્ય ચૂંટણી 19 ડિસેમ્બરના રોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ ગામડાઓમાં રાજકીય ગરમાવો આવ્યો છે. 10 પંચાયતો પૈકી પાંચમાં સામાન્ય મહિલા, ચાર સામાન્ય, એક ઓબીસી મહિલાનો સમાવેશ થાય છે.

કાંસા એએમાં 16 વોર્ડ અને કાંસામાં 14 વોર્ડ છે. આ ઉપરાંત, ગુંજા, દેણપ, ભાન્ડુ, પુરણપુરા, સુશી, વાલમ, ચિત્રોડીપુરા અને સેવાલીયા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. કાંસા અને કાંસા એનએ, ચિત્રોડીપુરા, ભાન્ડુ અને દેણપમાં સરપંચ પદ સામાન્ય મહિલા અને ગુંજામાં ઓબીસી મહિલા માટે અનામત છે. જ્યારે વાલમ, સુંશી, પુરણપુરા અને સેવાલીયામાં સામાન્ય સીટ છે. કાંસા અને અને કાંસા એનએ પંચાયત વિસનગર શહેરને અડીને આવેલી હોઇ તેને કબજે કરવા રાજકીય દાવપેચ શરૂ થઇ ગયા છે. આ સાથે ઘાઘરેટ ગામના વોર્ડ નં. 2ની પેટા ચૂંટણી પણ યોજાશે. જે સીટ અનુસુચિત જનજાતિ માટે અનામત છે.

અન્ય સમાચારો પણ છે...