પર્દાફાશ:વિસનગર સંગાથ ગેસ્ટ હાઉસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

વિસનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીવાયઅેસપી અને શહેર પોલીસની ટીમે રેડ કરી અનૈતિક ધંધો કરતા સંચાલક સહિત બે શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધી

વિસનગર શહેરના સવાલા દરવાજા નજીક અાવેલ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઅો બોલાવી દેહવિક્રયનો ધંધો કરાતો હોવાની બાતમીને અાધારે ડીવાયઅેસપી અને શહેર પોલીસની ટીમે રેડ કરતાં અેક યુવતી ગ્રાહક સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ અાવ્યા હતા જ્યારે અન્ય અેક રૂમમાંથી અેક યુવતી મળી અાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 8240 રોકડ અને અેક મોબાઇલ મળી 13240નો મુદ્દામાલ ઝડપી ગેસ્ટહાઉસના સંચાલક અને ગ્રાહક મળી બે વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સવાલા દરવાજા પાસેના પંચાલ માર્કેટમાં અાવેલ સંગાથ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઅો બોલાવી દેહવિક્રયનો ધંધો કરાતો હોવાની ડીવાયઅેસપીને બાતમી મળતાં પીઅેસઅાઇ અાર.અેન.પ્રસાદ, અેઅેસઅાઇ બળવંતસિંહ, અેઅેસઅાઇ મધુબેન સહિતના સ્ટાફે રેડ ગેસ્ટહાઉસના અેક રૂમમાંથી અેક યુવતી સાથે ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાઇ અાવ્યા હતા જેમાં ગ્રાહકની પૂછપરછ કરતાં તેનું નામ પઠાણ મુસ્તાકમહંમદ ફૈઝમહંમદ રહે.કડા દરવાજા હોવાનું જણાવ્યું હતું.

જ્યારે અન્ય રૂમની તલાશી દરમિયાન અેક અન્ય મહિલા મળી અાવી હતી જેમાં યુવતીઅોની પૂછપરછમાં તેમને ગેસ્ટહાઉસનો સંચાલક શેખ મયુદ્દીન પૂનમખાનને બોલાવ્યા હોવાનું તેમજ બહારથી ગ્રાહકો બોલાવતો હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે યશેખ મયુદ્દીન પુનમખાન અને પઠાણ મુસ્તાકમહંમદ ફૈઝમહંમદ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...