યુવક ન મળ્યો, મળી તેની લાશ:વિસનગરમાં સુજલામ સુફલામ કેનાલમાંથી યુવકની લાશ મળી; પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ભાન્ડુ પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલમાંથી ધોરણ 9માં અભ્યાસ કરતા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પરિવારને જાણ થતાં પરિવારમાં માતમ છવાયો હતો. કેનાલમાંથી લાશ મળી આવતા વિસનગર તાલુકા પોલીસે લાશનું પી.એમ. કરાવી અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકાના બામોસણા ગામના રમેશભાઈનો દીકરો પિયુષકુમાર સેનમા ગામની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. જ્યાં ગાભાભાઇ અને રમેશભાઈના પત્ની ખેતરમાં ગયા હતા. ત્યાંથી ઘરે આવતા સાંજ સુધીમાં પણ પિયુષ ઘરે ન આવતા આજુબાજુ, પરિવારજનો, ગામ સહિત લોકોએ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું કે પિયુષ ઘરેથી કહ્યાં વગર નીકળી જતો રહ્યો હતો. ગત તારીખ 09/09/2022ના રોજ જાણવા મળ્યું હતું કે, ભાન્ડુ પાસે સુજલામ સુફલામ કેનાલમાંથી યુવકની લાશ મળી છે. જે તપાસ કરતા લાશ પિયુષકુમારની હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોલીસે લાશનું સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...