વિસનગરમાં ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિસનગર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા રસ પાર્ક સોસાયટી, વિસનગરમાં નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં 62 દર્દીઓએ લાભ લીધો હતો. જેમણે હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં 18 દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી. આ નિઃશુલ્ક સફળ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ રસ પાર્ક સોસાયટીના પ્રમુખ તેમજ રસ પાર્ક સોસાયટીના અગ્રણીઓ તરફથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.