સૌથી આગળ વિસનગર હશે; ઋષિકેશ પટેલ:વિસનગરમાં ભાજપ ઉમેદવારની સભા યોજાઈ; જ્યાં સમર્થકો દ્વારા 83 કિલો પેંડાથી તુલા કરવામાં આવી

વિસનગર21 દિવસ પહેલા

વિસનગર તાલુકાના કાંસા ગામે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલેની સભા યોજાઈ હતી. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમર્થકો દ્વારા ઋષિકેશ પટેલની 83 કિલો પેંડાની મીઠાઈથી તુલા કરવામાં આવી હતી. ઋષિકેશ પટેલે કાંસા ગામે મહાકાળી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

83 કિલો પેંડાની મીઠાઈથી ઋષિકેશ પટેલની તુલા કરાઈ
વિસનગર તાલુકાના કાંસા ગામે મહાકાળી માતાના મંદિરે સમર્થકો દ્વારા ઋષિકેશ પટેલની તુલા કરવામાં આવી હતી. જેમાં 83 કિલો પૈડાની મીઠાઈથી ઋષિકેશ પટેલની તુલા કરવામાં આવી હતી. જેમાં કાંસા ગામના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા. ઋષિકેશ પટેલનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જ્યારે જનતા સાથે હોય ત્યારે બીજા કશાની જરૂર પડતી નથી- ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિસનગરનો ઈતિહાસ અને ભવિષ્ય ઉજળું છે. વિસનગરને હજુ ઘણી ગતિ કાપવાની છે. ઉત્તર ગુજરાતને હજુ ઘણી ગતિ કાપવાની છે. મારો ખેડૂત, ખેત મજુર જ્યારે ગામડામાં પાણીની રાહ જોઈને બેઠો હોય ત્યારે તળાવોને પણ ચેકડેમ બનાવવાનું જો કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આજે આખો દેશ આ મહેસાણાના વિરલા પર ગૌરવ કરે છે. કે જ્યાં ઊભો રહે ત્યાં મોદી મોદીના નારા લાગે છે. આ ધરતીમાં પાણી છે. પાણીદાર સંતાનો પેદા થઈ રહ્યાં છે. વિસનગરમાં પણ માઁ કાળીના આશીર્વાદ છે. આપ સૌએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે. ત્રણ ત્રણ વખત મને પ્રતિનિધિ તરીકે ચુંટ્યો છે અને તમારા પ્રેમ અને ઉત્સાહના કારણે રાજ્યના નેતૃત્વ એ મારા પર વિશ્વાસ મૂક્યો કારણ કે તમે મારી સાથે છો. જ્યારે જનતા સાથે હોય ત્યારે બીજા કશાની જરૂર પડતી નથી.

ઉત્તર ગુજરાતમાં સૌથી આગળ વિસનગર હશે- ઋષિકેશ પટેલ
આપ સૌનો જે પ્રેમ મળ્યો છે એ અદભુત છે, અકલ્પનીય છે અને એના કારણે જ ક્યાંક આડા અવળા થતા તમે બધાએ મન રોક્યો છે. કાંસા ગામનો ઉત્સાહતો મને લાગે છે કે, આજુબાજુના તમામ એરિયાની અંદર જે પણ કોઈ ઉમેદવાર થઈને આવતા હોય કે ઉમેદવાર થવા માગતા હોય!! બાકી તો આપ સૌનો પ્રેમ, જેને વિસનગરમાં આવતા પાંચ વર્ષમાં ખુબ પ્રગતિ કરવાની છે. તમારો દીકરો સમજીને માફ કરી અને 30 હજારની જે લીડ હતી, હું એટલું જ આપણી પાસે માંગુ છું કે એને ક્રોસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં થોડી ઉંચી ખુરશી મળે. ઊંચી એટલે થોડું વજન ઉભુ થાય એવી આપ 8મી તારીખે માત્ર મહેસાણા જિલ્લો નહીં, ઉત્તર ગુજરાતમાં સૌથી આગળ વિસનગર હશે.

અન્ય સમાચારો પણ છે...