ગોઝારો શુક્રવાર:વિસનગરના ભાન્ડુપૂરા હાઈવે પર રોડ ક્રોસ કરતી મહિલાને બાઈક ચાલકે ટક્કર મારી; સારવાર દરમિયાન મોત

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુપૂરા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હાઈવે રોડ પાર કરતી મહિલાને પૂરઝડપે આવી રહેલા બાઈક ચાલકે ટક્કર મારતા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.

​​​​​​​વિસનગર તાલુકાના ભાન્ડુપૂરા ગામના પટણી અર્જુનભાઈ કાન્તિભાઈ ની માતા જીજીબેન ઘરને સામે આવેલ હાઇવે રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતાં જીજીબેન નીચે પટકાયા હતા. જેમાં તેમને ઈજાઓ થતાં સારવાર અર્થે 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જીજીબેનને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં જીજીબેનના પુત્ર અર્જુન ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જીજીબેનના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...