ફરિયાદ:ભાન્ડુની યુવતીએ સાસરિયાંના ત્રાસથી ગોળીઓ ખાઇ લીધી

વિસનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ દીકરીને લઇ જવાની વાત કરતાં લાગી આવ્યું

વિસનગરના ભાન્ડુમાં રહેતી યુવતીને નવ માસ ત્રાસ આપી તગેડી મુક્યા બાદ પિયર રહેતી યુવતીને તેના પતિએ ફોન ઉપર તેની દીકરીને લઇ જવાની વાત કરી બોલાચાલી કરતાં તેણીએ ખેંચની દસ જેટલી ગોળીઓ ખાઇ લેતાં સારવાર અર્થે મહેસાણા ખસેડાઇ હતી. વિસનગર તાલુકા પોલીસ મથકે પતિ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ભાન્ડુના સાધુ નિશાબેન નવનીતભાઇનાં લગ્ન 6 વર્ષ અગાઉ દહેગામના સાહેબજીના મુવાડામાં રહેતા સાધુ દર્શનકુમાર લાલદાસ સાથે થયાં છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે વર્ષીય દીકરી છે. નિશાબેનને દોઢેક વર્ષથી ખેંચ આવવાની તકલીફ હોવાથી મહેસાણામાં દવા ચાલે છે. નવ માસ અગાઉ કામકાજ બાબતે ત્રાસ આપી નિશાબેનને ઘરમાંથી તગેડી મૂકતાં તેઓ પિયર આવી ગયા હતા.

સોમવારે દર્શને તેમની દીકરી હેપ્પીને લઇ જવાની વાત કરતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી કંટાળેલ નિશાબેને ખેંચની 10 જેટલી ગોળીઓ ખાઇ લેતાં ં નિશાબેને પતિ દર્શન લાલદાસ સાધુ, આરતીબેન જીગ્નેશકુમાર સાધુ અને જીગ્નેશ સાધુ વિરુદ્ધ ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...