સેવા કેમ્પ બાદ સ્વચ્છતા સેવા:ભાન્ડુ ગામની સફાઈ ટીમે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું; વિસનગરથી ઉમતા સુધી હાઇવે રોડ પર સફાઈ કરવામાં આવી

વિસનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની સફાઈ ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમના લઈ વિસનગર થી ઉમતા તરફ જવાના રોડ પર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર તરફથી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કરવામાં આવી હતી. જેને લઈ હાઇવે રોડની આજુબાજુ કચરો જોવા મળ્યો હતો. જે કચરાની ભાન્ડુ સફાઈ ટીમ દ્વારા સફાઇ કરવામાં આવી હતી અને કચરાનો ટ્રેક્ટરમાં ભરી નિકાલ કરવામાં આવ્યો હતો.

ભાન્ડુ ગામની સફાઈ ટીમે વિસનગર થી ઉમતા હાઇવે પર જે કચરો પડ્યો હતો તેને સાફ કરવાની કામગીરી કરી હતી. ભાન્ડુ ગામની સફાઈ ટીમે રોડ પર પડેલા કચરાને દૂર કરી સરસ કામગીરી કરી હતી. જેમાં રોડ પર કચરો હોવાથી વાહન ચાલકોને દુર્ગધ ન આવે તે માટે હાઇવે રોડ પરના તમામ કચરાને ભાન્ડુ ગામની સફાઈ ટીમે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...