14 જાન્યુઆરી એટલે ઉતરાણ જેમાં ગુજરાતના લોકો મન મૂકીને આ પર્વની ઉજવણી કરે છે. ત્યારે વિસનગરમાં પણ ઉતરાયણ પૂર્વે વિસનગર બજારમાં પણ પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં વિસનગરના જી.ડી.સર્કલથી લઈને ત્રણ દરવાજા ટાવર સુધી પતંગ તેમજ દોરી લેવા માટે પડાપડી જોવા મળી હતી. ઉતરાયણ પૂર્વ સંધ્યાએ પતંગ સહિત દોરીમાં પણ ભાવ વધારે હોવા છતાં પણ પતંગ રસિયાઓ ખરીદી માટે નીકળ્યા હતા. પતંગ દોરીની સાથે સાથે ચશ્મા, ફુગ્ગા, હોર્ન સહિત મીઠાઈની ખરીદી પણ કરતા લોકો જોવા મળ્યા છે. આમ ઉતરાયણ પહેલા જ રસિકોમાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
વિસનગરના જી.ડી.સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી પતંગના સ્ટોલ પર પતંગ અને દોરી ખરીદી કરવા માટે લોકોએ લાઈનો લગાવી હતી. જેમાં શહેરમાં હોર્ન વગાડવાથી વાતાવરણમાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. ઉતરાયણના પૂર્વ પતંગ દોરીની ખરીદી સાથે ચોરની ટોળકીઓ પણ સક્રિય બની છે. જેમાં વિસનગર શહેર પોલીસે તમામ પતંગ રસિકોને સાવચેત અને સાવધાન થઈને ખરીદી કરવા માટે અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.