તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:આર્થિક સંકડામણમાં બેચરપુરાના આધેડનો ઝેરી દવા પી આપઘાત

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા મકાનના ખર્ચથી સંકડામણમાં આવી ગયા હતા

વિસનગર તાલુકાના બેચરપુરા ગામે આર્થિક સંકડામણને લઇ સતત ટેન્શનમાં રહેતા 50 વર્ષીય આધેડે ખેતરમાં ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે મૃતકના દીકરાના નિવેદન અાધારે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે.

તાલુકાના બેચરપુરા ગામના ઠાકોર ગાભાજી પ્રતાપજી નવું મકાન બનાવતાં થયેલા ખર્ચથી અાર્થિક સંકડામણમાં આવી ગયા હતા અને તેને લઇ ટેન્શનમાં રહેતા હતા. સોમવારે ગામની સીમમાં પટેલ નરસિંહભાઇ કામરાજભાઇના ખેતરમાં જઇ ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં બેભાન અવસ્થામાં જ ગાભાજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. પોલીસે ગાભાજીના મૃતદેહનું મહેસાણા સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પુત્ર ઠાકોર સંજયજી ગાભાજીના નિવેદન આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...