સાઈ જીવદયા ગ્રુપની સરાહનીય કામગીરી:બાકરપુર ગામે 60 ફૂટ ઉંડા કૂવામાં પડેલા ત્રણ પશુઓના જીવ બચાવ્યા; શ્વાન સહિત બે બાળકોને સહિ સલામત બહાર કાઢ્યા

વિસનગરએક મહિનો પહેલા

વિસનગર તાલુકાના બાકરપુર ગામે સાઈ જીવદયા ગ્રુપ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં બાકરપુર ગામે કૂવામાં પડેલા ત્રણ જીવને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. બાકરપુર ગામે 45 દિવસથી કૂવામાં પડેલા શ્વાન સહિત તેના બે ગલૂડિયાને સાઈ જીવદયા ગ્રુપ રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવી લેતા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

વિસનગરની સાઇ જીવદયા ગ્રુપ સેવાકીય કામગીરીઓમાં હંમેશા અગ્રેસર રહે છે. જે પ્રાણીઓ સહિત પશુઓની સેવા કરે છે. સાંઈ જીવદયા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે વિસનગર સાઈ જીવદયા ગ્રુપને બાકરપર ગામેથી ટેલીફોનીક જાણ થઈ હતી કે, છેલ્લા 45 દિવસથી એક શ્વાન કૂવામાં પડી હતી. જે શ્વાન ગર્ભવતી હતી. જ્યાં કૂવામાં જ તેણે બે ગલૂડિયાને જન્મ આપ્યો હતો. આમ સાઈ જીવદયા ગ્રુપના સેવકોએ બાકરપુર ગામે પહોંચી 60 ફૂટ ઊંડા કૂવામાં પડેલા આ ત્રણ જીવને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવી લીધા હતા. આમ સાઈ જીવદયા ગ્રુપ દ્વારા 3 પશુઓના જીવ બચાવી લેતા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

આ અંગે સાઈ જીવદયા ગ્રુપના સેવક સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ શ્વાન ગર્ભવતી હતી તે દરમિયાનથી કૂવામાં પડેલી હતી. જેમાં એક વ્યક્તિ તેને કૂવામાં રોટલી નાખતો હતો. ત્યાંના સ્થાનિકોએ તેને કૂવામાંથી કાઢવા માટે પ્રયત્નો કર્યો હતો, પરંતુ તેમ છતાં ન નીકળતા અમારા સાઈ જીવદયા ગ્રૂપનો સંપર્ક કરતા અમે ત્યાં પહોંચી અને એક શ્વાન સહિત બે બચ્ચાઓને બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...