તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ક્રિકેટ સટ્ટાની લેતી દેતી માટે વિસનગરના યુવાનને માર મારી અપહરણનો પ્રયાસ

વિસનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાડીમાં આવેલા શખ્સોએ હુમલો કર્યો, પાંચ પૈકી બે ઝડપાયા
 • હોબાળો થતાં એકઠા થયેલા લોકોએ બેને ઝડપી લીધા, પાંચ સામે ફરિયાદ

વિસનગર શહેરમાં રહેતા યુવક પાસેથી ક્રિકેટના સટ્ટાના હારી ગયેલ રૂ. 17 લાખ લેવા મુદ્દે ઉઘરાણી કરવા અાવેલ શખ્સોએ તેને બેઝબોલથી મારી અપહરણનો પ્રયાસ કરાતાં એકઠા થયેલા લોકોએ બે શખ્સોને ઝડપી લીધા હતા. શહેરની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ અમરતલાલ પટેલ આઇપીએલની મેચોમાં પ્રકાશભાઇ ફોન ઉપર વિજયભાઇ પટેલ પાસે ક્રિકેટનો સટ્ટો લખાવતા હતા. જેમાં તેઅો 17 લાખ રૂપિયા હારી જતાં વિજયભાઇ અવારનવાર ઉઘરાણી કરતા હતા. જ્યાં શુક્રવારના રોજ પ્રકાશભાઇ ઓફિસ ઉપર બેઠ્યા હતા તે દરમિયાન વિજયભાઇ સહિતના પાંચ લોકોઅે અાવી પૈસાની ઉઘરાણી કરતાં પ્રકાશભાઇઅે હાલ મારી પાસે નથી સગવડ થયે આપી દઇશ તેમ કહેતાં તેમણે બોલાચાલી કરી પોરિયા ગેંગને સોંપારી અાપી ઉપાડી દેવાની ધમકી આપી જતા રહ્યા હતા.

સાંજે પ્રકાશભાઇ ગોવિંદચકલા વિસ્તારમાં હતા તે દરમિયાન ટાટા ઇન્ડીકા ગાડી નં. જી.જે.18.યુ.1880માં છરી અને બેઝબોલ લઇને અાવેલ શખ્સોઅે હૂમલો કરી બળજબરીથી ગાડીમાં લઇ જવાનો પ્રયાસ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો જેમાં અલીફખાન ઇમ્તિયાઝખાન ખોખર અને મહંમદઇમરાન મહંમદ નીઝામ સીદ્દીકી નામના બે શખ્સોને લોકોને પકડી લીધા હતા અને સમગ્ર મામલો પોલીસ મથકે આવ્યો હતો. આ બનાવ અંગે પ્રકાશભાઇએ પટેલ વિજયભાઇ, અલીફખાન ઇમ્તિયાઝખાન ખોખર, મહંમદ ઇમરાન મહંમદનીઝામ સીદ્દીકી, જાકીરખાન યુનુસખાન ખોખર, અજયસિંહ રાજપુત સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો