તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:છાબલીયામાં વીજકનેકશન કાપવા ગયેલ વીજકર્મચારીઓ ઉપર હુમલો

વિસનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ના.કાર્યપાલક ઇજનેરે વડનગર પોલીસ મથકે 3 વિરૂદ્ધ ફરિયાદ આપી

વડનગર તાલુકાના છાબલીયા ગામમાં બિલ ન ભરતા ગ્રાહકોના વીજકનેકશન કાપવા ગયેલ કર્મચારીઓ ઉપર ત્રણ શખ્સોએ હૂમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બનાવ અંગે વડનગર પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધાયો છે.

વડઠનગર તાલુકાના છાબલીયા ગામમાં રહેતા કેટલાક ગ્રાહકો વિજબિલની રકમ સમય મર્યાદામાં ભરતા ન હોવાથી વિસનગર ઉત્તર ગુજરાત વીજકંપનીના લાઇન ઇન્સપેક્ટર ખરાડી જગદીશકુમાર સુરજીભાઇ, જ્યુની.આસિ .હિતેશભાઇ ચાૈધરી, ઠાકોર દિવાનજી કોદરજી, પટેલ નિશાંતકુમાર કમલેશભાઇ, પટેલ અમિતકુમાર મહિપતલાલ સહિતના છાબલીયા ગામે રવાના થયા હતા અને છાબલીયાના ગાંધીનગર પરામાં રહેતા કાન્તિજી નથાજીના ઘરનું લાઇટ બિલ ભરવાનું બાકી હોય જેથી કર્મચારીઓ વીજ કનેકશન કાપતા હોવાથી ઠાકોર મનુભાઇ બબાજી, ઠાકોર કિરણજી વિનુજી અને ઠાકોર રતનજી તેજાજી અાવી વીજ કનેકશન કેમ કાપો છો તેમ કહી હૂમલો કરી પટેલ અમિતકુમાર મહિપતલાલને લાકડી વડે માર માર્યો હતો. કર્મીઓને જાનથી મારવાની ધમકી આપી હતી.નાયબ કાર્યપાલક ઇજનેર કાૈશિકભાઇ જોઇતાભાઇ પ્રજાપતિએ વડનગર પોલીસ મથક ત્રણેય વિરુધ્ધ ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...